અફઘાનિસ્તાને અપસેટ સર્જ્યો, ઇંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયું
અફઘાનિસ્તાને અપસેટ સર્જ્યો, ઇંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયું
Blog Article
અફધાનિસ્તાને બુધવાર, 26 ફેબ્રુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને આઠ રને હરાવીને મોટો અપસેડ સર્જ્યો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયા સામે પણ હારી ગયા પછી અનલકી ઇંગ્લેન્ડ આ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. ઈબ્રાહિમ ઝદરાન (177) ની શાનદાર સદી અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ (5 વિકેટ) ના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી, અફઘાનિસ્તાને છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલી મેચમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયનને ફક્ત 8 રનના માર્જિનથી હરાવ્યું હતી. આ જીત સાથે અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી.
અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને વિજય માટે 326 રનનો જંગી ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 317 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અફઘાનિસ્તાને ગદ્દાફી સ્ટેડિયમમાં રોમાંચક પુનરાગમન કર્યું હતા. જોકે જો રૂટની મેદાનમાં હતો ત્યાં સુધી મેચ ઇંગ્લેન્ડના અંકુશમાં હતી અને તેની વિકેટ સાથે બીજી પલટાઈ ગઈ હતી.
પ્રથમ બેટિંગ કરતા ઇબ્રાહિમ ઝદરાને તેની 177 રનની ઇનિંગ સાથે જોરદાર દેખાવ કર્યો હતો. તેને ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન સહિત અનેક રેકોર્ડ તોડ્યા હતાં. અફઘાનિસ્તાને તેની શાનદાર ઇનિંગના કારણે 325 રન બનાવ્યા હતાં. શાહિદી, અઝમતુલ્લા ઓમરઝાઈ અને મોહમ્મદ નબીએ તેને સારો ટેકો આપ્યો હતો. ઝદરાને 146 બોલમાં 177 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો.
ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 120 રનની ઇનિંગ સાથે આ જંગી ટાર્ગેટનો પીછો કર્યો હતો. બેન ડકેટ અને જોસ બટલરે 38-38 રન બનાવ્યા હતાં. જેમી ઓવરટન ફક્ત 32 રન બનાવી શક્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ઓમરઝાઈએ 5 વિકેટ લીધી હતી અને મોહમ્મદ નબીએ 2 વિકેટ ઝડપી હતી. ગ્રૂપ-Bની ચાર ટીમોમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે. એક ગ્રૂપમાંથી માત્ર બે 2 ટીમ સેમિફાઈનલમાં પહોંચી શકે છે. બધી ટીમના 2-2 મેચ રમ્યા પછી, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 3-3 પોઈન્ટ સાથે ટૉપ-2માં છે.